Air India Plane Crash In Ahmedabad : પ્લેન ક્રેશ નજરે જોનાર ડોક્ટરનો ખુલાસો, મોટો બ્લાસ્ટ થયો

Air India Plane Crash In Ahmedabad : પ્લેન ક્રેશ નજરે જોનાર ડોક્ટરનો ખુલાસો, મોટો બ્લાસ્ટ થયો

પ્લેન ક્રેશ થવાની ઘટના કઈ રીતે ઘાતક બની જુઓ ABP અસ્મિતા પર. એર ઇન્ડિયાની ફલાઇટ રેસિડેન્ટ તબીબો માટે બન્યો મોતનો અંતિમ કોળિયો. જમવા બેઠેલા અનેક તબીબો બન્યા મોતનો કોળિયો. જે સ્થળે પ્લેન ક્રેશ થયું તે મેસની અંદર પહોચ્યું ABP અસ્મિતા. આ પ્લેન ક્રેશ નજરે જોનાર ડોક્ટર કૃતિક મોદીએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાત કરી હતી. 

અમદાવાદ: ગુરુવારે (12 જૂન, 2025) બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ વિમાનમાં 10 ક્રૂ મેમ્બર સહિત 242  લોકો સવાર હતા. સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં  તમામ 242  લોકોના મોત થયા છે. વિમાનમાં 242  લોકો સવાર હતા, જેમાં મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે, જે બધાના મોત થયા છે.

પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું

સમાચાર એજન્સી એસોસિએટ પ્રેસ (AP)ના રિપોર્ટ મુજબ   અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે એવું લાગે છે કે વિમાન દુર્ઘટનામાં કોઈ બચ્યું નથી. તેમણે કહ્યું કે વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી "કેટલાક સ્થાનિક લોકોના પણ મૃત્યુ થયા હશે.

આ અકસ્માત પછી, અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી મર્યાદિત ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ ભારતીય સશસ્ત્ર દળોની ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.

આ ઉપરાંત, પ્રારંભિક રાહત કામગીરી માટે સશસ્ત્ર દળો સાથે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેનાના જણાવ્યા અનુસાર, લશ્કરી દળોની આ ટીમમાં તબીબી ટીમો અને અન્ય બચાવ કર્મચારીઓ તૈનાત હતા. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન રામ મોહન નાયડુ સાથે વાત કરી છે અને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે પૂછપરછ કરી છે.

ગુરુવારે (12 જૂન) બપોરે અમદાવાદમાં લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન AI-171 ક્રેશ થયું, જેમાં ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા. આ દુર્ઘટના અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ડોક્ટર્સ હોસ્ટેલ પર થઈ હતી, જેના કારણે હોસ્ટેલને પણ ભારે નુકસાન થયું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola