Ahmedabad Corona Update: અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 71 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં નોંધાયા કોરોનાના નવા 71 કેસ. જ્યારે સ્ટેડિયમ વોર્ડમાં રહેતા 20 વર્ષીય કોરોના સંક્રમિત યુવકે સોલા સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો.. ઝોન મુજબ એક્ટિવ કેસની વાત કરીએ તો મધ્ય ઝોનમાં ત્રણ, પશ્ચિમ ઝોનમાં 86 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે.. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 95, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર અને પૂર્વ ઝોનમાં 12-12 અને દક્ષિણ ઝોનમાં કોરોનાના 20 એક્ટિવ કેસ નોંધાયા છે.  ખાસ કરીને સૌથી વધુ પશ્ચિમ વિસ્તારના થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ઘાટલોડીયા, ગોતા,ચાંદલોડીયા, બોપલ-ઘુમા, વાસણા, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, નવા વાડજ સહિતના વિસ્તારોમાં કેસ નોંધાયા છે.. 

આ તરફ કોરોનાના વધતા સંક્રમણને લઈને પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે.. જિલ્લા આરોગ્ય વિભાગે મેડિકલ સ્ટોરમાંથી અલગ અલગ આરોગ્ય કેન્દ્રમાં 10 હજાર VTM કીટની ફાળવણી કરી છે.. તો ગોધરા સિવિલ હોસ્પિટલમાં 15 બેડ સાથેનો એક અલગ વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola