Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? અંબાલાલ પટેલની મોટી આગાહી
અમદાવાદ : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે. તેમણે કહ્યું, ચીનમાં આવેલા ચક્રવાતથી ગુજરાત જળબંબાકાર થશે. 27 થી 29 જુલાઈના ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ સાથે જ 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ગુજરાત જળમગ્ન થશે. 2 ઓગસ્ટ સુધીમાં તળાવ,ડેમ, ખેતરો જળમગ્ન થશે. કેટલાક ભાગોમાં 8 થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી કરી છે. તેમના મતે, આગામી ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે, જેમાં એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જૂલાઈમાં સૂર્યનો પ્રવેશ પુષ્ય નક્ષત્રમાં થશે. પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારૂ ગણાશે. હાલમાં 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર સાથે ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે આ કારણે વરસાદી માહોલ જામ્યો છે.
મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ
રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64 ટકા વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.04 ટકા, સૌરાષ્ટ્રમાં 54.02 ટકા અને પૂર્વ મધ્યમાં 51.6 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 59.42 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં હાલ પાણીનો સંગ્રહ 1,98,503 એમ.સી.એફ.ટી. નોંધાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,40,817 એમ.સી.એફ.ટીપાણી સંગ્રહાયું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 61.06 ટકા જેટલું છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરીણામે 206 ડેમો પૈકી કુલ 28 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ ઉપરાંત 48 ડેમને હાઈ એલર્ટ, 19 ડેમને એલર્ટ તથા 23 ડેમને વોર્નીંગ આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 206 ડેમો પૈકી 62 ડેમ 70 ટકાથી 100 ટકા, 41 ડેમ 50 ટકાથી 70 ટકા તથા 38 ડેમ 25 ટકાથી 50 ટકા જેટલા ભરાયા છે. છેલ્લા 24 કલાકમાં તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.