અમદાવાદઃ અમિત શાહ સાથે સેલ્ફી લેવા લોકોએ પડાપડી કરી, જુઓ વીડિયો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં ઉત્તરાયણ ઉજવી હતી. શાહે થલતેજના મેપલ ટ્રી ખાતે સમર્થકો અને સ્થાનિકો સાથે પતંગબાજી કરી હતી. તો ઘાટલોડિયામાં પોતાના બહેનના નિવાસસ્થાને પતંગોત્સવમાં અમિત શાહ સામેલ થયા હતા. દર વર્ષે શાહ ભાજપના કાર્યકરો અને સમર્થકો સાથે ઉત્તરાયણ મનાવતા હોય છે. થલતેજ અને ઘાટલોડિયામાં સોશિયસ ડિસ્ટન્સિંગ સાથે અમિત શાહે પતંગ ચગાવી અનેક લોકોના પતંગ કાપ્યા હતા. અમિત શાહ સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી.