Ahmedabad News | અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન

Continues below advertisement

અમદાવાદના માણેકચોકમાં ખાવાના શોખીનો સાવધાન .AMCના આરોગ્ય વિભાગના માણેકચોકમાં દરોડા. અમદાવાદના માણેકચોકમાં પિત્ઝાની ગ્રેવી સબ સ્ટાન્ડર્ડ નીકળી.બોમ્બે ગુલાલવાડી પાઉભાજી એંડ પિત્ઝા સેંટરમાંથી લેવાયા હતા નમૂના. ઈંદ્રપુરી વોર્ડમાં ઉમિયા પ્રોવિઝન સ્ટોરમાંથી લીધેલા તેલના નમૂના ફેલ. રામોલમાં ધનલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી લીધેલા તેલના નમૂના ફેલ.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અધિક આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર ડૉ. ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ, 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ 2024 દરમિયાન શહેરના વિવિધ ઝોન અને વોર્ડમાં ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી.

આ સમયગાળા દરમિયાન, કુલ 449 ખાદ્ય ધંધાકીય એકમોની તપાસ કરવામાં આવી, જેમાંથી 65 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા. આમાં દૂધ અને દૂધની બનાવટો, મીઠાઈ, ફરાળી પ્રોડક્ટ્સ, બેકરી પ્રોડક્ટ્સ, મસાલા અને અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.

વિભાગે 141 નોટિસ જારી કરી, અંદાજે 356 કિલોગ્રામ/લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો, અને ₹2,97,000નો વહીવટી ચાર્જ વસૂલ કર્યો. આ ઉપરાંત, 692 લાયસન્સ/રજિસ્ટ્રેશન જારી કરવામાં આવ્યા, જેમાંથી ₹6,62,800ની ફી વસૂલ કરવામાં આવી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram