Big Breaking:ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ, પોલીસ બંદોબસ્ત સાથે વતન લઈ જવાનું શરૂ
અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવેલા 33 ગુજરાતીઓ અમૃતસરથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તમામ 33 ગુજરાતીઓને તેમના ઘરે પહોંચાડવાની સરકારે વ્યવસ્થા કરી હતી. તેમના જિલ્લા પ્રમાણએ પોલીસની ગાડી ફાળવવામાં આવી છે. ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના લોકો છે.
સપના સાકાર કરવા અમેરિકામાં ગેરકાયદે ગયેલા ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ કરાયેલામાં લોકોમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના છે. તો અન્ય અમદાવાદ, વિરમગામ, ખેડા, આણંદ અને પાદરાના છે.
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને પોલીસ બંદોબસ્ત સાથે તેમના વતન લઇ જવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોને એરપોર્ટ બહાર લવાયા છે. ભરુચ અને બનાસકાંઠાની 1-1 મહિલા વતન માટે રવાના થયા હતા. આણંદની 1 મહિલા અને ગાંધીનગરના 5 લોકો વતન માટે રવાના થયા હતા. આણંદ અને મહેસાણાની 1-1 મહિલા વતન માટે થઇ હતી.