BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલ
BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલ
બીઆઈએસએ દેશભરમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ પરથી સર્ટિફિકેટ વગરના સામાન વેચવા બદલ કાર્યવાહી શરૂ કરી છે. એમેઝોન અને ફ્લિપકાર્ટના વેરહાઉસ પર દરોડા પાડીને આઈએસઆઈ માર્કા વગરના નકલી પ્રોડક્ટ જપ્ત કરવામાં આવ્યા છે.
BIS અમદાવાદના અધિકારીઓએ પણ મેસરસ Amazon સેલર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા પાડીને અંદાજિત 55 લાખની કિંમતના 5834 બિનપ્રમાણિત ઉત્પાદનો જપ્ત કર્યા છે. બાવડાના રાજોડા ગામેથી બીઆઈએસની માર્કા વગરની વસ્તુઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
દરોડા દરમિયાન ઘરેલું ઉપયોગમાં લેવામાં આવતા 563 ઇન્સુલેટેડ ફ્લાસ્ક, ફૂડ પેકેજિંગ માટે વપરાતા 3536 એલ્યુમિનિયમ ફોઈલ, 779 ડોમેસ્ટિક સ્ટેનલેસ સ્ટીલ વેક્યુમ ફ્લાસ્ક, 152 પ્લાસ્ટિક ફિડિંગ બોટલ, 613 ઇલેક્ટ્રિક રમકડા, 191 નોન ઇલેક્ટ્રિક રમકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.