Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી

Continues below advertisement

અમદાવાદ શહેરમાં આઠે જેટલી સ્કૂલોને બૉમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. શહેરની અલગ અલગ આઠ સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવામાં આવશે તેવો ફોન મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે અને તપાસ શરૂ કરી દીધી છે. માહિતી પ્રમાણે, પોલીસ કન્ટ્રૉલ રૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં આઠ સ્કૂલોને બપોરે 1.30 કલાકે બૉમ્બથી બ્લાસ્ટ કરવાની ધમકી અપાઇ હતી, આ ફોન બાદ સ્કૂલોને તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી અને પોલીસ સાથે ફાયર વિભાગની ટીમે તપાસ શરૂ કરી દીધી હતી.

અમદાવાદમાં શહેરની આઠ સ્કૂલોમાં બૉમ્બ મુકાયાની ધમકી મળ્યા બાદ અફરાતફરીનો માહોલ છવાયો છે. પોલીસ કન્ટ્રૉલ રૂમમાં અજાણ્યા નંબર પરથી સ્કૂલોને બૉમ્બથી ઉડાવાવીની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદની મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર અને દેવ ઇન્ટરનેશનલ સ્કૂલ સહિતની સ્કૂલોને બૉમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઇમેઇલ મળતા હલચલ મચી ગઈ છે. ધમકી મળતા સ્કૂલ સંચાલકોએ તરત જ વિદ્યાર્થીઓની સલામતી માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે અને બાળકોને શાળામાંતી રજા આપી દેવામાં આવી છે. પોલીસ વિભાગે ઘટના સ્થળ પર તાત્કાલિક પહોંચી, અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા સ્કૂલ વિસ્તારોની તપાસ કરવામાં આવી રહી છે. દૂરસંચાર માધ્યમ દ્વારા મળી આવેલી ધમકીના ઇમેઇલની સાઇબર ક્રાઇમ વિભાગે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. ધમકીમાં ખાસ ઉલ્લેખ હતો કે બપોરે 1.30 કલાકે સ્કૂલોમાં બ્લાસ્ટ કરવાની યોજના છે. આ પગલાંને ધ્યાનમાં રાખતા સંચાલકોએ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળ પર જ રાખ્યા હતા અને રજા આપી દીધી છે. આ ઘટના શહેરની શાળાઓ અને માતાપિતાઓમાં ચિંતાનો વિષય બની છે. સ્કૂલોમાં તાત્કાલિક સર્ચ ઓપરેશન શરુ કર્યા છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola