BZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

Continues below advertisement

BZ પોન્ઝી કૌભાંડમાં લોકોના ફસાયેલા નાણાં કરાશે પરત. રોકાણકારોના ફસાયેલા નાણા મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન. પાંચેક દિવસમાં રોકાણકારોને નાણાં પરત કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. હરાજીની પ્રક્રિયાથી રોકાણકારોના રૂપિયા પરત કરવાની કરી વાત. 

જે લોકોના નાણાં BZ પોંઝી સ્કીમમાં ફસાયા છે તેમને હવે ઝડપથી નાણાં મળી જશે તે મુજબની કાર્યવાહી CID ક્રાઇમે શરૂ કરી છે. કોર્ટમાં આ કેસ પુરો થાય તેની પણ રાહ નહિ જોવી પડે. કોર્ટની મંજૂરી મેળવીને 15 દિવસોમાં રોકાણકારોને નાણાં આપવાની શરૂઆત થાય તે દિશામાં કામગીરી ચાલી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ બનાવેલી વેબસાઇડમાંથી સીઆઈડી ક્રાઇમને મળેલા ડેટા મુજબ કુલ 11252 રોકાણકારો હતા તે પૈકી 3500 જેટલા રોકાણકારોને BZ તરફથી નાણાં ચૂકવવાન બાકી છે. જેટલા નાણાં ચૂકવવામાં છે તેટલી સ્થાવર મિલ્કત ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળી આવી છે. પરિણામે હવે કોર્ટમાં રિપોર્ટ કર્યા બાદ ગૃહ વિભાગ જે તે જિલ્લાના SDMને ઝાલાની મિલ્કતની હરાજી કરવાની સત્તા આપશે અં SDM હરાજી કરી રોકાણકારોને નાણાં પરત કરશે. ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કુલ 3 ફરિયાદ થઈ છે.  જે પૈકીની એક ફરિયાદમાં ધરપકડ અને રિમાન્ડ બાદ ઝાલા હાલ જેલમાં છે .  આગામી દિવસોમાં સીઆઈડી ક્રાઇમ અન્ય કેસમાં પણ ઝાલાની ધરપકડ કરશે. 175 રોકાણકારોએ CID ક્રાઇમ સમક્ષ પોતાના રોકાણ અંગેના પુરાવા આપ્યા છે જેના આધારે તમામને નાણાં પરત કરવાની પ્રક્રિયા શરૂ કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram