Chandola Lake Dimolition Part-2: ચંડોળા તળાવમાં વહેલી સવારથી મેગા ડિમોલિશન| 20-5-2025

 

અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ  ગેરકાયદે ઘૂસણખોરી કરીને વસેલા બાંગ્લાદેશીના બાંધકામ પર આજે ફરી બુલડોઝર ફરશે, 20 મે એટલે કે આજે ફરી ચંડોળા તળાવની આસપાસ મોટાપાયે ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે, જે અંતગર્ત અઢી લાખ ચોરસ મીટર જગ્યા ખાલી કરવાનું પ્લાનિંગ છે.અંદાજે 1800 થી 1900 જેટલા મકાનના સર્વેનું કામ પૂર્ણ થઇ થયું છે. ડીમોલિશન દરમિયાન અને બાદની કામગીરી માટે અધિકારીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તમામ ડેપ્યુટી કમિશનરોને  અને સાત ઝોનના એસ્ટેટ ઓફિસર,ફાયર ઓફિસર અને આરોગ્ય વિભાગને  કામગીરી સોંપાઇ છે. 20 મેથી પાર્ટ-2 ડિમોલિશન હાથ ધરવા માટે 18 મે સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યાં હતા. ડિમોલિશન પાર્ટ-2 માં બાકીના અઢી લાખ ચોરસ મીટર વિસ્તારના દબાણો પર બુલડોઝર ફેરવાનું પ્લાનિંગ છે.ઉલ્લેખનિય છે કે, 29 એપ્રિલે વહેલી સવારથી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામા આવી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે.  નોંધનીય છે કે, ચંડોળા તળાવ પર બાંગ્લાદેશીઓએ ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ બનાવી લીધી છે. છેલ્લા 14 વર્ષમાં અહીં આશરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર દબાણ કરાયું છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. ચંડોળા તળાવ નજીક ગેરકાયદે આવેલા અને  વસતા બાંગ્લાદેશી સામે તંત્રએ ક્લિન ઓપરેશન હાથ ધર્યું છે. બાંગ્લાદેશીના મકાન સહિતના બાંધકામ તોડી પાડવા માટે અમદાવાદમાં આજે મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola