CM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સાહજિતકા, સરળતા અને નિખાલસતાનો પરિચય વધુ એકવાર દિવાળીના પર્વ પર આપ્યો છે. તેમણે તેમના પૌત્ર સાથે સામાન્ય નાગરિકની જેમ જ ફટાકડાની ખરીદી કરી હતી. ત્યારબાદ તેમણે પૌત્ર અને પરિવારજનો સાથે ઉલ્લાસથી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરી હતી.

જણાવી દઈએ કે, રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈ જ ઔપચારિકતા વિના પોતાના લાડકવાયા પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા પહોંચી ગયા હતા. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે કોઈપણ પ્રકારનો સિક્યોરિટી કાફલા જોવામ મળ્યો નહોતો. કોઈ પણ પ્રકારનાં પ્રોટોકોલ વગર પોતાનાં પૌત્ર સાથે સામાન્ય માનવીની જેમ જ ફટાકડા ખરીદી કરવા સીએમ પહોંચ્યા હતા.

CM Bhupendra Patel: સામાન્ય માણસની જેમ CMએ પણ દીકરાના દીકરા માટે કરી ફટાકડાંની ખરીદી

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola