Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત

Continues below advertisement

Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત

IMD Gujarat Weather Update: જો તમે શિયાળાની (Winter) વિદાય માની રહ્યા હોવ તો ફરી એકવાર ગરમ ધાબળા તૈયાર રાખજો. ગુજરાતમાં આજથી ઠંડીનો વધુ એક આકરો રાઉન્ડ શરૂ થયો છે. IMD (હવામાન વિભાગ) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, રાજ્યના નાગરિકોએ આગામી 12 January સુધી કાતિલ ઠંડીનો સામનો કરવો પડશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં Cold Wave (શીતલહેર) ફરી વળી છે.

પવનોની ગતિ વધતા ઠંડીનો ચમકારો વધ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે Minimum Temperature (લઘુત્તમ તાપમાન) નીચું જઈ રહ્યું છે. ખાસ કરીને North Gujarat (ઉત્તર ગુજરાત), સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ એટલે કે 12 તારીખ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે ઠંડી યથાવત રહેશે. ત્યારબાદ ધીમે-ધીમે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતા લોકોને આંશિક રાહત મળી શકે છે.

ગિરનાર, અમરેલી અને નલિયા સૌથી ઠંડા તાપમાનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં સૌથી નીચું તાપમાન જૂનાગઢના ગિરનાર પર્વત પર 8.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મેદાની વિસ્તારોમાં અમરેલી અને કચ્છનું નલિયા 9 ડિગ્રી સાથે શીતલહેરની લપેટમાં છે. રાજધાની ગાંધીનગરમાં પણ પારો 12 ડિગ્રી પર પહોંચતા કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola