Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
Gujarat Weather Forecast: 7 ડિસેમ્બર બાદ વધશે ઠંડીનું જોર: હવામાન નિષ્ણાતોએ કરી આગાહી
રાજ્યમાં 18થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના. સાત ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ કરી આગાહી.
રાજ્યમાં 18થી 25 ડિસેમ્બર દરમિયાન માવઠાની સંભાવના. સાત ડિસેમ્બર બાદ ઠંડીનું જોર વધવાની હવામાન નિષ્ણાતોએ કરી આગાહી. અમદાવાદમા 6 ડિસેમ્બર સુધી તાપમાન 18 ડિગ્રીની આસપાસ રહેશે 7મી બાદ પારો ગગડવા લાદશે અને તાપમાન 15 ડિગ્રીથી નીચે જઈ શકે. 18થી 25 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યોમાં માવઠાની શક્યતા છે. ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી શિયાળો અસલ મિજાજ બતાવશે અને તાપમાન 10 ડિગ્રી જેટલું ઘટી શકે છે. ગઈકાલે અમદાવાદમાં 18.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતા 4.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.. ગઈકાલે રાત્રે 17.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું..