Ahmedabad HIT and Run Case: કઠવાડા હિટ એન્ડ રન કેસમાં આરોપી ડ્રાઈવરની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદના કઠવાડા એસપી રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી ડ્રાઈવર રૂપમસિંહ ઠાકુર નામના ડમ્પર ચાલકની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ
અમદાવાદના કઠવાડા એસપી રિંગ રોડ પર બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં આરોપી ડ્રાઈવરની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ. ઓઢવ પાંજરાપોળ પાર્કિંગમાં રહેતા રૂપમસિંહ ઠાકુર નામના ડમ્પર ચાલકની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ. આરોપી રૂપમસિંહ ઠાકુર મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે.. 25 ઓગસ્ટની સાંજે મોપેડ પર જતી બે મહિલા સરકારી કર્મચારીઓને ટક્કર મારીને આરોપી રૂપમસિંહ ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની આ ઘટનામાં ગાંધીનગર સાયબર સેલમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિરલબેન રબારી અને 108 એમ્બ્યુલન્સના મહિલાકર્મી હિરલબેન રાજગોરનું મોત નિપજ્યુ હતુ. આરોપીની ધરપકડ કરીને ક્રાઈબ્રાન્ચની ટીમે જી.ડિવિઝન ટ્રાફિક પોલીસને સોંપ્યો..