રાજકોટ-અમદાવાદમાં સોની બજારમાં સોના-ચાંદીની ખરીદી માટે ઉમટી ભીડ, જુઓ વીડિયો
આજે ધનતેરસનું મહાપર્વ આ પર્વ પર સોનાની ખરીદીનું પણ અનેરું મહત્વ છે. બપોર સુધી જ ધનતેરસના મુહૂર્ત હોવાથી સોનાની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. સોનાની ખરીદી કરવા સવારથી સોની બજારમાં લોકો ઉમટી પડ્યા હતા. ગયા મહિને સોનાના 22 કેરેટના 54000 એક તોલાના ભાવ હતા.આજે એક તોલાના ભાવ 50700 ભાવ છે.પંદર દિવસમાં સોનાના ભાવમાં 3000 નો ઘટાડો થયો છે. સોનામાં ભાવ ઘટતાં ગ્રાહકોને ફાયદો થયો છે. લગ્નગાળાની પણ લોકો ખરીદી કરી રહ્યા છે.