ભગવાન જગન્નાથ મોસાળમાં પધાર્યા, કોરોનાના નિયમોના પાલન સાથે ભક્તો કરી શકશે દર્શન
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઈ છે. ત્યારે ગઈકાલે જળયાત્રા પૂર્ણ થઈ તે બાદ ભગવાનને ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનને નીજ મંદિરથી મોસાળ સરસપુર લાવવામાં આવ્યા છે. મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોરોનાને લીધે દર વર્ષની જેમ ધામધૂમથી નહીં પરંતુ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અમાસ સુધી ભગવાન મોસાળમાં રહેશે અને ત્યાર બાદ નીજમંદિર પરત ફરશે.