Ahmedabad News: AMCના પાપે નિકોલનું ગોપાલ ચોક વિસ્તાર બન્યો 'ગટરીયો ચોક'
અમદાવાદના નિકોલનો ગોપાલ ચોક વિસ્તાર. જ્યાં ફરી વળ્યા ગટરના પાણી. ખારીકટ કેનાલના નવીનીકરણની કામગીરીમાં ભેખડ તૂટ્યા બાદ ડ્રેનેજની લાઈન તૂટી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે લાંબા સમયથી એકને એક સમસ્યા ચાલી રહી છે.. કોઈ ઉકેલ આવતો નથી. આશરે 2 વર્ષથી કેનાલની કામગીરીના પગલે લાઈન સમયાંતરે તૂટી જતી હોવાથી વારંવાર આ સમસ્યા સર્જાય છે.. કાઉન્સિલર,ધારાસભ્ય અને આસિસ્ટન્ટ કમિશનર સુધી રજૂઆત કરી. પણ પરિણામ શૂન્ય.
સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છે કે કેનાલ અને તેની સાથે પમ્પિંગ સ્ટેશનમાં આવેલ મોટર સારી રીતે ચલાવવામાં ન આવતા પાણી છેલ્લા બે વર્ષથી રોજ સવારે 11 કલાકથી બેક મારવાનું શરૂ થાય છે. જે રાતના 9 કલાક સુધી ગોપાલ ચોક વિસ્તારમાં ભરેલા રહે છે..
Tags :
Ahmedabad