અમદાવાદમાં કર્ફ્યૂ દરમિયાન તમારા ઘરે લગ્નપ્રસંગ હોય તો શું કરશો? સરકારે શું આપી રાહત?
અમદાવાદમાં સોમવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. કર્ફ્યુના જાહેરાનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે. દૂધ,દવા સહિતની આવશ્યક ચીજવસ્તુઓને છુટછાટ આપવામાં આવી છે. આ સ્થિતિમાં કફર્યૂ દરમિયાન લગ્ન પ્રસંગ માટે જે લોકો હાજર રહેવાના હોય તેના લીસ્ટ સાથે પોલીસ સ્ટેશનમાંથી મંજૂરી મેળવવાની રહેશે. રાજય સરકારે રાજયમાં લગ્નપ્રસંગમાં 200 લોકોને હાજર રહેવા માટે આપી છે છૂટછાટ.