Fatehwadi Canal Incident: કેનાલ અકસ્માતમાં લાપતા થયેલા ત્રણમાંથી એકની મળી લાશ |Abp Asmita | 6-3-2025

ફતેવાડીમાં ખાબકેલી સ્કોર્પિયો કારમાં ગુમ ત્રણ યુવાનોમાંથી એક યુવકની લાશ મળી આવી છે.. વાત જાણે એમ છે કે,  અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેવાડી કેનાલમાં ગઈકાલે સાંજે એક સ્કોર્પિયો કાર કેનાલમાં ખાબકી હતી. રીલ બનાવવાનાં ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા. જોકે, સાંજના સમયે એકાએક કાર કેનાલમાં પડી જવાના કારણે સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનો દ્વારા બચાવ કામગીરી કરાઈ રહી છે.                

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola