Ahmedabad Hospital Fire | ચાંદલોડિયાની સમતા હોસ્પિટલમાં લાગી આગ, દર્દીઓનું કરાયું રેસ્ક્યૂ

Continues below advertisement

Ahmedabad Hospital Fire | અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી સમતા હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આગને પગલે થોડીવાર માટે દોડાદોડી થઈ ગઈ હતી. તેમજ તાત્કાલિક દર્દીઓને ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા.  પ્રાથમિક તપાસમાં શાર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાની સામે આવ્યું છે. આગની ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાબડતોબ હોસ્પિટલમાંથી દર્દીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે સદભાગ્યે જાનહાનિના કોઇ સમાચાર નથી.

ચાંદલોડિયા વિસ્તારમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ  ફાયરવિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર શોર્ટ સર્કિટથી આગ લાગવાનું તારણ છે. હાલ સુધી કોઈ જાનહાની ન હોવાનો ફાયર વિભાગનો દાવો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram