Ahmedabad Crime News: નારોલમાં બાઈક હટાવવા જેવી બાબતે ફાયરિંગ, 2 આરોપી ઝડપાયા, અન્ય 2 આરોપી ફરાર
અમદાવાદના નારોલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. બાઈક હટાવવા જેવી નજીવી બાબતે કર્યું ફાયરિંગ. 4 શખ્સોએ પિસ્તોલ અને તલવાર સહિતના હથિયાર સાથે વિસ્તારને બાનમાં લીધો. પોલીસે મોહમ્મદ અકરમ અને મોહમ્મદ નુરૂદ્દીન નામના બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે ઈમરાન અને સોહિલ નામના આરોપી ફરાર છે. પોલીસે આરોપીઓએ પાસેથી 1 પિસ્તોલ... એક તમંચો અને 7 જીવતા કારતૂસ કબજે કર્યા છે.
અમદાવાદના નારોલના સીસીટીવી દ્રશ્યો છે. જ્યાં બાઈક હટાવવા જેવી સાવ સામાન્ય બાબતે બની ફાયરિંગની ઘટના. ચાર શખ્સોએ હાથમાં પિસ્તોલ અને તલવાર સહિત હથિયાર સાથે આખા વિસ્તારને લીધો બાનમાં. જો કે Lcb ઝોન છની ટીમે ચારમાંથી બે આરોપીની ધરપકડ કરી. તો બે હજી પોલીસ પકડથી દુર. ઝડપાયેલા બંને આરોપી મોહમ્મદ અકરમ ઉર્ફે શેરુ અંસારી અને મોહમ્મદ નુરુદ્દીન ઉર્ફે સાહિલ કુરેશી નારોલના રહેવાસી. ગત 19 જુનના રોજ આરોપી શેરું સાથે ફરિયાદિના ભાઈની બોલાચાલી થઈ હતી. પોલીસે આરોપીઓ પાસેથી 1 પિસ્તોલ, 1 તમંચો અને 7 જીવતા કારતુસ જપ્ત કર્યા. જ્યારે અન્ય બે આરોપી ઈમરાન અને સોહિલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.