Mahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
Mahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાન
ગુજરાત એસટી બસે મહાકુંભમાં જવા માટે વોલ્વો બસ શરૂ કરી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાકુંભ માટેની પહેલી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ માટે આ બસ ઉપડી. ₹8,100 માં ત્રણ દિવસ અને ચાર રાત્રીનો આ પ્રવાસ રહેશે. યાત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં સંવાદ કરતા પણ જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ બસને અહીંથી રવાના કરાવી છે. જ્યારથી આ બસ શરૂ કરવાની શરૂઆત જાહેરાત થઈ હતી અને એ જ દિવસે એટલે કે પ્રથમ દિવસે જ હાઉસફૂલ થઈ ચૂકી હતી આ બસ.