ઇસુદાન ગઢવી જોડાયા AAPમાં, કહ્યુ- રાજનીતિમાં રહેલી ગંદકીને સાફ કરવાનો પ્રયાસ કરીશું

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે.આ જાહેરાત  આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી હતી. અરવિંદ કેજરીવાલે ગુજરાતના એક દિવસીય પ્રવાસ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. દરમિયાન પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કેજરીવાલે પત્રકાર ઈસુદાન ગઢવીને ખેસ પહેરાવી વિધિવત આપમાં પ્રવેશ કરાવ્યો હતો. આપમાં જોડાવાની સાથે જ ઈસુદાન ગઢવીએ કહ્યું કે ભાજપ ગુજરાતમા લોકપ્રિય નથી. તો કેજરીવાલે કહ્યું કે હવે બદલાશે ગુજરાત. કેજરીવાલે ભાજપ-કૉંગ્રેસ એક હોવાનો આરોપ લગાવ્યો અને ગુજરાતની જનતાને આજે ત્રીજો વિકલ્પ મળ્યો હોવાની વાત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola