
Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડ
Ahmedabad News : અમદાવાદમાં ખુલ્લી તલવાર સાથે જન્મ દિવસની ઉજવણી કરનારા 4ની ધરપકડ
શહેરના રામોલમાં ખુલ્લી તલવારો સાથે નાચતો વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. બર્થ ડે પાર્ટીમાં ચાર યુવાનો ખુલ્લી તલવાર સાથે ફિલ્મ ગીતોના તાલે નાચતા હતા. વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી અને
વાયરલ વીડિયોના આધારે આરોપી અટકાયત કરાઈ. ચારેય ઇસમો વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં જાહેર રોડ પર બર્થડે સેલિબ્રેશનનો ક્રેઝ આવ્યો છે. તેમજ તલવારથી પણ કેક કાપવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે પોલીસે આ લોકોની સામે કાર્યવાહી શરૂ કરી છે.
(૧) નાસીરખાન ગનીખાન પઠાણ
(૨) ફેજલ ખાન નાસીરખાન પઠાણ
(૩) બાબાખાન નાસિરખાન પઠાણ
(૪) શાબાઝખાન નાસીરખાન
(તમામ રહે- ધાબાવાળી ચાલી સુરતી સોસાયટી રામોલ અમદાવાદ શહેર)