GTUની પરીક્ષાને લઇને શું આવ્યા મોટા સમાચાર, શું છે કોલેજ સંચાલકોનો દાવો?
GTUની પરીક્ષાને લઈ એબીપી અસ્મિતા પાસે મોટા સમાચાર છે. ખાનગી ડિગ્રી અને ડિપ્લોમા કોલેજ સંચાલકોએ સર્વે શરૂ કર્યો હતો જેમાં પહેલા જ દિવસે 9 હજાર વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષાની તરફેણ કરી હોવાનો સંચાલકોએ દાવો કર્યો હતો. 13 થી 16 ડીસેમ્બર સુધી ખાનગી કોલેજ સંચાલકો ઓનલાઇન પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓનો સર્વે કરી રહ્યા છે.