
Gujarat Rain Forecast : આજે અમદાવાદ સહિત ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : આજે અમદાવાદ સહિત ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Weather forecast:ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લામાં પવનની ગતિ વધી છે. ગરમીથી પણ આશિંક રાહત મળી છે. હાલ આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 15 એપ્રિલ બાદ ગરમીમાં ફરી વધારો થાય તેવો અનુમાન છે. ઉલ્લેખનિય છે કે દેશભરના વાતાવરણમાં પલ આવ્યો છે. એકબાજુ લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે સિસ્ટમ હાલ એક્ટિવ છે. તો બીજી તરફ પાકિસ્તાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર સર્જાયું છે. જેના કારણે ઉત્તર ભારતમાં, યુપી,. દિલ્લી,બિહારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
લો પ્રેશર એરિયાના કારણે ગુજરાતના કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે જો કે આજે આ લો પ્રેશર નબળુ પડી ગયું છે. જેની અસર રાજ્યમાં જોવા મળશે, અરબી સમુદ્રમાં હાલ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ બની છે. જેની અસર ગુજરાતના હવામાન પર પડી રહી છે. આ કારણે ગુજરાતમાં પવનની ગતિ વધી છે અને સૂકા પવનો વાય રહ્યાં છે. જેના કારણે ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન પવનની ઘરતી તરફ ધકેલે છે જેથી આ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી રહેતી, જ
અરબી સમુદ્ર એન્ટી સાયક્લોનિક સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે. પોરબંદર, ગીર સોમાથ અમરેલી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, પાટણ મહેસાણા સહિતના આસપાસના વિસ્તારમાં પવનની ગતિ વધુ રહેશે. આ વિસ્તારમાં 45 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઇ શકે છે. 19 એપ્રિલ સુધી પવનની ગતિ યથાવત રહેશે.
કમોસમી વરસાદની આગાહી કરીએ તો ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી કમોસમી વરસાદની કોઇ આગાહી નથી.