Hatkeshwar Bridge : વરસાદનું વિઘ્ન ન નડ્યું તો આગામી એક-બે સપ્તાહમાં હાટકેશ્વર બ્રિજ બનશે ભૂતકાળ

જો વરસાદનું વિઘ્ન ન નડ્યુ તો આગામી એક-બે સપ્તાહમાં અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ બની જશે ભુતકાળ. મહારાષ્ટ્રની શ્રી ગણેશ નામની એજન્સી આગામી સપ્તાહ અથવા તો બાદના સપ્તાહથી હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરશે. અંદાજીત 3.90 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાની કામગીરી કરવામાં આવશે. હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટે બે દિવસ અગાઉ જ કોન્ટ્રાક્ટર સાથે મણીનગર અને અમરાઈવાડીના ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ચર્ચા કરી હતી. બ્રિજની આસપાસ બેરીકેડ બનાવી કોમર્શિયલ અને રહેણાંક એકમોને ધુળથી બચાવવામાં આવશે. મહાનગરપાલિકા તરફથી મંજૂરી મળતા જ પૂર્વ ઝોન ટ્રાફિક વિભાગ પણ ત્રણ મહિનાનું ડાયવર્ઝન આપી દેશે. ત્રણ મહિનાની અંદર સંપૂર્ણપણે બ્રિજ તોડી પાડવાની કામગીરી કરવાનું નક્કી કરાયું છે. બ્રિજ તોડ્યા બાદ લોખંડનો માલ સામાન વેંચીને થનારી આવક કોન્ટ્રાક્ટરને મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola