Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો.
રાજ્યના હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર,વેજલપુર, બોડકદેવ, થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. લોકોને પણ વરસાદના કારણે બફારાથી રાહત મળી છે.
હવામાન વિભાગની વરસાદની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આજે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.
Tags :
Ahmedabad Rains