Ambalal Patel Prediction : ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Prediction : ગુજરાતમાં હજુ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની આગાહી
અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હજુ પણ વરસાદ ભૂક્કા બોલાવશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજુ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. આ સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં પણ સારા વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે.આગામી બે દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.