Gujarat Rain Forecast : આગામી 3 દિવસ હજુ સૌરાષ્ટ્રમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast : આગામી 3 દિવસ હજુ સૌરાષ્ટ્રમાં તૂટી પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, અરબસાગરમાં બનેલા ડિપ્રેસનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં પડ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે જ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં બે દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે દિવસ આ વિસ્તારમાં મધ્યમથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.


રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. સિગ્નલ ઉપર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં આજથી ચાર દિવસ બાદ પવનનું જોર વધશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola