Ahmedabad: હવે IIM માસ્ક ન પહેરનાર વિદ્યાર્થીઓ પાસેથી કેટલા રૂપિયા વસૂલશે દંડ
IIM અમદાવાદમાં માત્ર બે દિવસમાં વધુ બત્રીસ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. 30 માર્ચે કરાયેલા ટેસ્ટમાં 23 વિદ્યાર્થી, જ્યારે 31 માર્ચે કરાયેલા ટેસ્ટમાં નવ વિદ્યાર્થીઓના રિપોર્ટ પોઝિટિવ (corona test) આવ્યો હતો. IIM અમદાવાદ પણ હવે માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયાનો દંડ (Fine) વસૂલશે.