IIT પ્રોફેસરે 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવી સોલાર બસ, જુઓ વીડિયો
એનર્જી સ્વરાજ મિશન અંતર્ગત સૌર ઉર્જાના અંગે જાગૃતતાના સંદેશ સાથે બોમ્બે IITના પ્રોફેસર ચેતનસિંગ સોલંકીએ સોલાર સંચાલિત બસ યાત્રા કાઢી છે. બે મહિના અગાઉ ભોપાલથી નીકળેલી આ બસ યાત્રા GTU કેમ્પસ અમદાવાદ પહોંચી. આ બસ યાત્રાના માધ્યમથી આગામી 10 વર્ષમાં 1 કરોડ લોકો પરંપરાગત ઇલેક્ટ્રિકસીટી છોડી સૌર ઉર્જાના વપરાશ તરફ વળે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.