સુરત બાદ અમદાવાદમાં બુટલેગરો બેફામ, જાહેરમાં કેક કાપી મિત્રો સાથે માણી દારૂની મહેફિલ
સુરત (Surat) બાદ અમદાવાદમાં (Ahmedabad) પણ બુટલેગરો (Bootleggers) બેફામ બન્યા છે. અસારવા રેલવે સ્ટેશન (Asarwa Railway Station) પર જાહેરમાં બુટલેગર અખિલેશ પાંડેના બર્થડે (Bootlegger Akhilesh Pandey) માં દારૂની મહેફિલ (Liquor Party) જામી હતી. કેકની (Birthday) સામે રહેલ વ્યક્તિ પહેલા બોટલ ખોલે છે..અને બાદમાં કેક કાપે છે. દાવો કરાયો છે કે ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરના પતિ સચિન પરમાર પણ મહેફિલમાં સામેલ હતા. સચિન પરમાર દારૂ અને જુગારધામ ચલાવતા હોવાનો આરોપ પણ લગાવામાં આવ્યો છે.