Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો
Continues below advertisement
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે.. સોલા સિવિલના માનસિક રોગ વિભાગ અને સમિતિના વડા એવા ડૉક્ટર પ્રકાશ મહેતાએ એબીપી અસ્મિતા સાથે વાત કરતા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા. તપાસમાં દરમિયાન દર્દીઓને જરુરૂ ન હોવા છતા ઓપરેશન કરવા અને ઓપરેશન બાદ દર્દીઓની યોગ્ય રીતે દરકાર ન કરવામાં આવી હોવાનું તપાસ સમિતિએ નોંધ્યું છે.. એટલુ જ નહીં.. તપાસ સમિતિના આ રિપોર્ટને ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.. જે બાદ ક્રાઈમબ્રાન્ચ તરફથી હાલ સાત જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.. ડૉક્ટર પ્રકાશ મહેતાએ વધુમાં જણાવ્યું હતુ કે સરકારે નિમણુંક કરેલી તપાસ સમિતિની તપાસ પૂર્ણ થઈ છે.. પરંતુ જો આગામી સમયમાં આ મામલે સરકારને વધુ કોઈ પુરાવા એકત્ર કરવાની આવશ્યકતા હશે તો ફરી એક વખત કમિટી તરફથી તે દિશામાં કામગીરી કરાશે
Continues below advertisement
Tags :
Khyati Hospital Scam