Liquor Caught From Tanker | અમદાવાદમાં બુટલેગરનો દારૂની હેરાફેરીનો કિમિયો જોઇ ચોંકી જશો

Continues below advertisement

Liquor Caught From Tanker | એક તરફ  થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક ત્યારે સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા દારૂનો જથ્થો લઈને જતા ટેન્કરને જ કરી દારૂ સહિતનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ ને માહિતી મળી હતી કે સરદાર પટેલ રીંગ રોડ એક્સપ્રેસ હાઇવે રાજકોટ એક્ઝિટ ટોલ નાકા પાસે રાજકોટ તરફ દારૂનો જથ્થો મોકલવામાં આવી રહ્યો છે જેના આધારે વિવેકાનંદ પોલીસ સ્ટેશન માં આવતા આ સ્થળ પર તપાસ કરતા ટેન્કર મળી આવ્યું. પેટ્રોલના ટેન્કરમાં દારૂ રાજકોટ તરફ મોકલવામાં આવી રહ્યો. જેમાં 41,78,800 કિંમતની11,268 દારૂની બોટલ સહિત કુલ 66,85,750 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે.આરોપી ભૂપતલાલ હેમારામ મેઘવાલ કે જે રાજસ્થાનના બલોતરા વિસ્તારનો છે, તેની ધરપકડ કરીને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. દારૂનો જથ્થો રાજસ્થાનના ગંગાનગર તરફથી રાજકોટ મોકલવામાં આવી રહ્યો હતો એ પહેલા છે તેને જપ્ત કરી લેવામાં આવ્યો. બે દિવસ પહેલા અમદાવાદ પીસીબી ની ટીમે પણ અમદાવાદના બાવળામાંથી એસીડ ભરવાના ટેન્કરની આડમાં દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી જે પણ રાજસ્થાનના ઉદયપુર તરફથી આવી રહ્યું હતું. આગામી દિવસોમાં 31 ડિસેમ્બર ની ઉજવણી થનાર છે, જેને ધ્યાને રાખી પોલીસ સક્રિય બને છે અને દારૂની હેરફેર રોકવા માટે કામે લાગી છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram