અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાય, કિરણ રિજીજુએ ટ્વિટરના માધ્યમથી પાઠવી શુભેચ્છા
Continues below advertisement
જાપાનના ટોક્યોમાં આયોજીત થનારા ઓલમ્પિક ગેમ્સમાં ગુજરાતની પ્રથમ વ્યક્તિનું નોમિનેશન થયું છે એ છે અમદાવાદની સ્વિમર માના પટેલ. માના પટેલને નાનપણથી જ ઓલમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા હતી. માત્ર આઠ વર્ષની નાની ઉંમરે તેણે સ્વિમિંગની શરૂઆત કરી હતી. 100 મીટરની બેક સ્ટ્રોક ઇવેન્ટમાં માના પટેલ ભાગ લેશે. માના પટેલના પરિવારમાં ઓલમ્પિકની જીતને લઈને આત્મવિશ્વાસ છે કે તે ગોલ્ડ મેડલ આવી અને દેશનું નામ રોશન કરશે.
Continues below advertisement