અમદાવાદના બાપુનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, 15થી વધુ દુકાનો બળીને ખાખ

અમદાવાદના બાપુનગરમાં આવેલ શ્યામ શિખર કોમ્પલેક્સમાં ભીષણ આગ પર ફાયર વિભાગે સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવીને હાલ કુલિંગની કામગીરી શરૂ કરી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર કોમ્પલેક્સમાં આવેલી ચાની કિટલીમાં ગેસ સિલિંડરમાં લાગેલી આગ સંપૂર્ણ કોમ્પલેક્સમાં પ્રસરી હતી. ભીષણ આગમાં 15થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે. કોમ્પલેક્સના ત્રીજા માળે આવેલ હોટલ પણ આગની ઝપેટમાં આવી છે. જો કે વહેલી સવારે લાગેલી આગથી મોટી જાનહાની ટળી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola