Ahmedabad News: અમદાવાદમાં મજદૂર સંઘનું મહાસંમેલન, પડતર માંગણીઓ ત્વરિત ઉકેલવા માગ

Continues below advertisement

વિવિધ પડતર માંગણીઓને લઈને ગુજરાત પ્રદેશ મજદૂર સંઘે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બોલાવ્યું વિશાળ સંમેલન. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં સંગઠિત અને અસંગઠિત કર્મીઓ જોડાયા હતા. જેમાં આશા વર્કર, હેલ્થ વર્કર, એસટી નિગમ, શ્રમ અને રોજગાર વિભાગ સહિતના કર્મીઓએ પોતાની માંગણીઓને લઈને અવાજ બુલંદ કર્યો. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ સંમેલનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી બસમાં બેસી મોટી સંખ્યામાં મહિલા અને પુરુષો અહીં પહોંચ્યા હતા. તેમને માંગ કરી કે તેમની વિવિધ માંગણીઓ પ્રત્યે સરકાર ધ્યાન આપે અને સરકાર તેમની માંગણીઓને નહીં સ્વીકાર તો આવનારા સમયમાં દિલ્હી સુધી આંદોલન કરવામાં આવશે. ખાસ કરીને 12 કલાકથી વધારે કામ ન કરાવવું, લઘુત્તમ વેતન વધારવું અને જે સુવિધાઓ જરૂર છે તે સુવિધાઓ સરકાર પૂરી પાડે તેવી માંગ સાથે તેઓ જોડાયા. ગુજરાત પ્રદેશ મજદૂર સંઘ સાથે રાજ્યના 101 સંગઠન જોડાયા છે. આવનારા સમયમાં રાજ્યના તમામ વિભાગોમાં પડતર માંગ અંગે રાજ્ય ફેડરેશન આવેદનપત્ર આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola