Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો

Continues below advertisement

નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 19 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારી આગામી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ડે-નાઈટ T-20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખી GMRCએ અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમય મર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોરના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડવામાં આવી છે. સ્પેશિયલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ 50 રૂપિયા રહેશે. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશિયલ પેપર ટિકિટ માન્ય રહેશે. સ્પેશિયલ પેપર ટિકિટ મેચના દિવસ દરમિયાન મેટ્રો સ્ટેશન પર અગાઉથી જ ખરીદી શકાશે. જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola