Gujarat Rain Forecast: આગામી 1 કલાક રાજ્યના 9 જિલ્લા માટે ભારે, જુઓ કયા કયા જિલ્લા માટે છે આગાહી?

Gujarat Rain Forecast:  આગામી 1 કલાક રાજ્યના 9 જિલ્લા માટે ભારે, જુઓ કયા કયા જિલ્લા માટે છે આગાહી?

આગામી 1 કલાક રાજ્યના 9 જિલ્લા માટે ભારે... હવામાન વિભાગ પ્રમાણે.... છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ધોધમાર વરસી શકે.... તો હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા,ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરી છે... નોંધનીય છે કે, ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમ સક્રીય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ અને કચ્છમાં આજથી વરસાદનું જોર તદન ઘટી જશે. ગુજરાત રિજનમાં મધ્યમથી ભારે છૂટછવાયો વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મઘ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. ઉપરોકત્ત તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા નથી કારણ કે આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. ગુજરાત રિજનના કેટલાક જિલ્લામાં એટલે એકાદ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. બાકીના જિલ્લામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે  વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહી શકે પણ વરસાદ ન વરસે તેવી પણ શક્યતા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola