Gujarat Rain Forecast : આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ક્યાં ક્યાં અપાઈ ભારે વરસાદની આગાહી?

Gujarat Rain Forecast : આજથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે, ક્યાં ક્યાં અપાઈ ભારે વરસાદની આગાહી?

Rain forecast tomorrow: ગુજરાતમાં ચોમાસું તેની પકડ મજબૂત કરી રહ્યું છે, અને હવામાન વિભાગે આવતીકાલે, 14 જુલાઈના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી કરી છે. આ આગાહીને પગલે 3 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) અને 10 જિલ્લા માટે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કરવામાં આવ્યું છે.

આવતીકાલે કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ?

ઓરેન્જ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં સાબરકાંઠાઅરવલ્લી અને મહીસાગર નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે તંત્ર અને નાગરિકોને ખાસ સાવચેતી રાખવા સૂચના અપાઈ છે.

જ્યારે, યલો એલર્ટ નીચેના 10 જિલ્લાઓ માટે આપવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે: બનાસકાંઠામહેસાણાપંચમહાલદાહોદઅમરેલીભાવનગરનવસારીવલસાડદમણ અને દાદરા નગરહવેલી.

આગાહીને ધ્યાનમાં રાખીને, સંબંધિત જિલ્લાઓના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના સામે સાવચેત રહેવા અને બિનજરૂરી અવરજવર ટાળવા વિનંતી કરવામાં આવી છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું (Gujarat Monsoon) હવે સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે અને હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે, રવિવાર, 13 જુલાઈ, 2025 થી વરસાદનું જોર વધશે, જેના પગલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આજે કયા જિલ્લાઓમાં કેવો વરસાદ?

હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં અતિભારે વરસાદ (Gujarat Rain Alert) પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરશે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

આ ઉપરાંત, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલી માં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પણ તંત્ર અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

વરસાદની (Rain Alert) આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને આગામી 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અપ્રિય ઘટના ટાળી શકાય. લોકોને પણ બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત રહેવા વિનંતી કરાઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola