Gujarat Rain Forecast | આગામી 3 કલાકમાં ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારે વરસાદ? મોટી આગાહી

Continues below advertisement

Gujarat Rain Forecast:મધ્ય પ્રદેશ તરફ સર્જાયેલી વરસાદી સિસ્ટમન ધીરે ધીરે રાજ્ય પર આવતા ફરી રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) આગામી 2 દિવસ સાર્વત્રિક મધ્યમથી હળવા વરસાદનું  (rain)અનુમાન વ્યક્ત કર્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) હવામાન વિભાગે   (Meteorological Department) આગાહી જાહેર કરી છે.  સૌરાષ્ટ્રના છ, તો મધ્ય અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યું છે.  તો 16 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હવામાન વિભાગની  (Meteorological Department) આગાહી મુજબ  મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે  ભારેથી અતિભારે વરસાદની (heavy rain)આગાહી છે.  તો દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram