Dholera News | આપણને કોઈ વાર કરવા આવે તો તેને પાડી દો | ભાષણ આપનાર નિરૂભાઈએ શું કર્યો ખુલાસો?
ભારત દેશ આઝાદ થયો છે પણ આપણને એવુ નથી લાગતુ કે આપણે આઝાદ થયા. લોહિ રેડાયુ ત્યારે દેશને આઝાદી મળી છે. આપણને કોઇ વાર કરવા આવે તો એને પાડી દો. કોળી હોય કે ગમે તે હોય તેને પાડી દો. નીરુભાઇ આવે તો નીરુભાઇને પાડી દો. સમાજના યુવાનોને માર મારતા નીરુભાઇએ સમાજ વચ્ચે આ વાત રજુ કરી હતી. થોડા દિવસ અગાઉ ધોલેરા પોલીસ સ્ટેશનમાં કોળી સમાજના બે યુવાનો વિરુદ્ધ ચોરીની નોંધાઇ હતી ફરિયાદ. યુવાનો દ્વારા પણ સીક્યુરીટી દ્વારા માર માર્યાની નોંધાવી હતી ફરિયાદ. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.
બે સમાજ વચ્ચે વયમનષ્ય ઊભો કરવાનો પ્રયાસ. સમુદાયના લોકોને ઉશ્કેરતા હોય તેવો વિડિયો થયો વાયરલ. ધંધૂકાના ધારાસભ્યની હાજરીમાં ધોકાવાળી કરવાની વાત. બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવતો આ શખ્સ કોણ ? દરબારો કોળીઓ ઉપર રાજ કરતા હોવાની ભડકાઉ વાત કેમ કરી. ધોલેરાના સોઢી ગામે મળી હતી મિટિંગ. શુક્રવારે કોળી સમાજના આગેવાનોની મળી હતી મિટિંગ. નીરુભાઈ દ્વારા ઉશ્કેરણી જનક ભાષણ કરવામાં આવ્યું. ગાડીઓમાં ધોકા રાખો, જે સામો આવે એને પાડી દો. કાયદો કાયદાનું કામ કરે આપણે આપણું કામ કરવાનું.