NSUI Protest news: ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પર લાંચના આરોપને લઇ NSUIનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્તિ સિન્ડિકેટ સભ્ય અને ABVPમાં હોદ્દો ધરાવતા શ્વેતલ સુતરિયા પર લાગ્યા ગંભીર આરોપ. શ્વેતલ સુતરિયાએ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ સેંટરના ડાયરેક્ટર પાસેથી 75 લાખ માગ્યા હોવાના આરોપથી ખળભળાટ મચી ગયો છે..શ્વેતલ સુતરિયાએ એચઆરડીસીના ડાયરેક્ટર જગદીશ જોશીને પોતાની ઓફિસમાં બોલાવી UGCમાંથી આવતી ગ્રાન્ટમાંથી 75 લાખની આપવા કહ્યું હતુ..અને જો પૈસા ન આપે તો તેમના ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ વિસ્તૃત ફરિયાદ કરી અહેવાલ માગવામાં આવશે. આ અંગે ડાયરેક્ટરે ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ કરી છે. તો આ તરફ શ્વેતલ સુતરિયા પર આરોપ લાગતા જ NSUI પણ આક્રમક મૂડમાં છે. NSUIના કાર્યકરોએ ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો...પોલીસે ટીંગા ટોળી કરી NSUIના કાર્યકરોને બહાર કાઢ્યા હતા..