Ahmedabad Accident News: અમદાવાદમાં રફતારના રાક્ષસે લીધો વધુ એકનો જીવ

Continues below advertisement

અમદાવાદમાં રફતારના કહેરે લીધો વધુ એકનો ભોગ. એસજી હાઈવે પર છારોડી નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું...મૃતક યુવક ગાંધીનગરથી ઓફિસ જતો હતો તે દરમિયાન
આ અકસ્માત થયો. મૃતક યુવકનું નામ કશન ખડાઈતા છે..

અમદાવાદમાં રફતાર ફરી સાબિત થઈ જીવલેણ. એસજી હાઈવે પર છારોડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું કરુણ મોત નિપજ્યું. કથન ખડાયતા નામનો યુવક ગાંધીનગરથી પોતાની ઓફિસ જવા માટે નીકળ્યો હતો.  છારોડી નજીક પહોંચતા એક અજાણ્યો વાહન ચાલકે તેની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે યુવક ગંભીર રીતે ઘાયલ થયો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું..આ ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસ અને મૃતક યુવકના પરિવારજનો સ્થળ પર પહોંચ્યા હતા. ઘટનાસ્થળે મૃતકના પરિવારજનોનું હૈયાાફાટ રૂદન જોઈ ત્યાં હાજર લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા. ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola