Gujarat Rain Forecast : વરસાદી સિસ્ટમ સક્રીય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ મોટા સમચાાર
Gujarat Rain Forecast : વરસાદી સિસ્ટમ સક્રીય થતાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ મોટા સમચાાર
Gujarat Rain Update: રાજ્યમાં હાલ કેટલાક વિસ્તારમાં ભારે ગરમી પડી રહી છે અને વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળી રહ્યું છે. જો કે આગામી દિવસોમાં ફરી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ફરી વરસાદી સિસ્ટમ સર્જાતા 12 જૂન બાદ રાજયમાં વરસાદની આગાહી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 11 જૂન બાદ ફરી ચોમાસુ સક્રિય થઇ શકે છે. 22 જૂન સુધીમાં ચોમાસુ મોટાભાગના વિસ્તારને આવરી લેશે.
દેશના અન્ય વિસ્તારની વાત કરીએ તો ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે તો દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ચોમાસુ સક્રિય થયું છે. ઉત્તર ભારત આ દિવસોમાં ભીષણ ગરમીની ઝપેટમાં છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હી અને NCR આગની જેમ ગરમ થઈ રહ્યા છે. સોમવારે દિલ્હીમાં સરેરાશ તાપમાન 43.4 ડિગ્રી હતું, જ્યારે આયાનગરમાં મહત્તમ તાપમાન 45.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.