અમદાવાદમાં પારો 44 ડિગ્રીને પાર, ઓરેન્જ એલર્ટ જાહેર
અમદાવાદ: સમગ્ર રાજ્યનાં ગરમીનો કહેર યથાવત છે. રાજ્યના ઘણા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ત્યાકે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે 44 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે. જેને લઈને આજે અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ રાજ્યના 7 શહેરમાં 42 ડિગ્રીથી વધારે તાપમાન જોવા મળી રહ્યું છે, મંગળવારથી તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.