PM Modi Meet Injured People: પીએમ મોદીની ઈજાગ્રસ્તો સાથે LIVE મુલાકાત
અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થયા છે, જો કે ચમત્કાર થતાં એક વ્યક્તિ બચી ગયો હતો. વડાપ્રધાન મોદીએ આ બચી ગયેલા વ્યક્તિ સાથે મુલાકાત કરીને તેના ખબરઅંતર પૂછ્યાં હતા. વડાપ્રધાન મોદીએ ઘટનાસ્થળ પર પહોંચીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી સાથે ઘટના અંગેની માહિતી મેળવી હતી. અમદાવાદમાં ગઈકાલે બપોરે લગભગ 1.40 વાગ્યે પ્લેન ક્રેશની ઘટના બની હતી.
વડાપ્રધાન મોદીએ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી. તેઓ ટ્રોમા સેન્ટરની પણ મુલાકાત લઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસ કુમાર રમેશને પણ મળ્યા છે. તેમણે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા હતા.