PM મોદીના ભત્રીજીએ AMCની ચૂંટણી લડવા ભાજપમાંથી માંગી ટિકિટ, ક્યા વોર્ડમાં કરી દાવેદારી?
વડાપ્રધાન નનરેન્દ્ર મોદીનો પરિવાર રાજકારણથી અલિપ્ત છે અને મોદી ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં મોદીના પરિવારમાંથી કોઈ રાજકારણમાં આવ્યું નથી. હવે નરેન્દ્રભાઈ મોદીના મોટા ભાઈ પ્રહલાદભાઈ મોદીનાં પુત્રી સોનલબેન રાજકારણમાં સક્રિય થયાં છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવીને ભાજપ તરફથી ટિકિટ માગી છે.પ્રહલાદભાઈ મોદીનાં પુત્રી સોનલબેન મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બોડકદેવ વોર્ડમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) માટે અનામત બેઠક માટે ભાજપમાં દાવેદારી નોંધાવી છે.