Ahmedabad Police: વીડિયોમાં દેખાતો વ્યક્તિ રીઢો ગુનેગાર: અમદાવાદમાં વાયરલ વીડિયોને લઈ પોલીસની સ્પષ્ટતા
અમદાવાદમાં બે પોલીસકર્મીઓ એક વ્યક્તિ પર ડંડા વરસાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયો હીરાભાઈ માર્કેટ દિવાન બલ્લુભાઈ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે. જરા જુઓ કેવી રીતે બંન્ને પોલીસકર્મીઓ એક વ્યક્તિ પર ડંડા વરસાવી રહ્યા છે.. માર મારતા વ્યક્તિ જમીન પર પડી જાય છે.. તેમ છતા પોલીસકર્મીઓ વ્યક્તિ પર લાકડીઓ વરસાવતા રહ્યા. જો કે વાયરલ વીડિયો અંગે પોલીસે સ્પષ્ટતા કરી કે વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ ભાવેશ ઉર્ફે મંગો વાઢેર છે. ભાવેશ વાઢેર કાગડાપીઢ વિસ્તારનો રીઢો ગુનેગાર છે. તેના પર મારામારી, ખંડણી, પોલીસ પર હુમલો કરવાનો અને લૂંટના મળીને કુલ 12 જેટલા કેસ નોંધાય ચુક્યા છે.. અને ત્રણ વખત પાસા પણ થયેલ છે.. પીસીઆર વાન લેવા માટે ગઈ ત્યારે તે વ્યક્તિ કાબુમાં ન રહેતા પોલીસે જરૂરી બળપ્રયોગ કર્યો હતો.